STORYMIRROR

Jashubhai Patel

Drama Romance

3  

Jashubhai Patel

Drama Romance

દરિયો તું બને તો હું વાદળ

દરિયો તું બને તો હું વાદળ

1 min
5.5K



દરિયો તું બને તો હું વાદળ બની જાઉં,

ઓઢી લઇ આકાશને ઝરમર વરસી જાઉં,


આભ તું બને તો હું પંખી બની જાઉં,

સ્વપ્નોને તારાં પાંખમાં લઇને ઊડી જાઉં,


ઉપવન તું બને તો હું કોયલ બની જાઉં,

આંગણમાં તારા હેતનાં ટહૂકા વેરી જાઉં,


નદી તું બને તો હું એક નાવ બની જાઉં,

અરમાનોને તારા દિલનાં પેલે પાર લઇ જાઉં,


રણ તું બને તો હું મ્રુગજળ બની જાઉં,

અધૂરી તારી પ્યાસને 'જશ' આશ દઇ જાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama