હોય ભલે નજદિકીયાં
હોય ભલે નજદિકીયાં

1 min

5.0K
હોય ભલે નજદિકીયાં,
નડતી સો મજબુરીયાં.
આ સમય એવો આવ્યો,
થઇ ગયા સૌ ગરબડીયાં.
પારકાને કરવા પોતાના,
પોતાનાને જ તરછોડીયાં.
ના વિચાર્યું સ્હેજે પહેલાં,
પ્રેમમાં કેવાં તરફડીયાં.
કર્યો 'તો જેને જેને પ્રેમ,
તે નીકળ્યાં મતલબીયાં.
જે હતા ગમતા, તે સૌને,
પેટ ભરી ભરીને ધરવીયાં.
મર્યા સેકન્ડે સેકન્ડે 'જશ',
ને લાખો વાર પ્રસવિયાં.