લાગણીઓ તરફડે છે
લાગણીઓ તરફડે છે
1 min
18.4K
લાગણીઓ તરફડે છે રોજ આ,
વેદનાઓ થરથરે છે રોજ આ.
ભોંયમાં દાટેલ ઇચ્છાઓ બધી,
નીકળીને કરગરે છે રોજ આ.
બોલવાનું સાવ કર્યું બંધ છતાં,
યાદ આવી બડબડે છે રોજ આ.
પોપડા જૂના ઉખાડતો હું નથી,
વારતાઓ ફરફરે છે રોજ આ.
ભૂલવાની કોશિશો કરવા છતાં,
ઘાવ જૂના ચરચરે છે રોજ આ.
રોજ જેઓ મૌન ઘુમતા આંગણે,
અશ્વ કેવા હણહણે છે રોજ આ.
આમ તો રાખું છું આઘી તોય 'જશ',
કામનાઓ ટળવળે છે રોજ આ.
