જોઇએ ના કશું હવે
જોઇએ ના કશું હવે


આપનો સહવાસ મળ્યો, જોઇએ ના કશું હવે,
પ્રેમનો અહેસાસ જડ્યો, જોઇએ ના કશું હવે.
સાવ જ અજાણ્યા હતા જે આપણે એકમેકથી,
જે તમે વિશ્વાસ મુક્યો, જોઇએ ના કશું હવે.
કેટલા દુર્ગમ હતા રસ્તા, સફર જીવન તણા,
સંગ જે પ્રવાસ ખેડ્યો, જોઇએ ના કશું હવે.
એકમેકની સંગ ચાલ્યા, સંગ દોડ્યા કેટલું,
ના કશો કદિ ત્રાસ પડ્યો, જોઇએ ના કશું હવે.
મોજ મસ્તી માણવાની 'જશ' મજાની તક મળી,
આપનો સંગાથ ભળ્યો, જોઇએ ના કશું હવે.