ગાગર છલકે
ગાગર છલકે

1 min

5.1K
ખાલી ખાલી ગાગર છલકે,
સુનું સુનું હૈયું ધડકે.
લાખ કરું કોશીશ તોપણ,
છાનું છાનું એ તો મલકે.
આવે જ્યારે કોઇ ગમતું,
અમથું અમથું કેવું રણકે.
હોય કદી એ જો ખુશ ત્યારે,
ખન ખન જાણે કંગન ખણકે.
નાચે, કૂદે, ન કશું માને,
જોયું આજે કેવું ભટકે.
છાનું છપનું રડવું કેમનું ?
પાંપણમાં બે આંસુ ઝળકે.
પલળે ધરતી, પલળે અંતર,
વરસે બેહદ, ન કદી અટકે.
જોવી રાહ હવે કેમની,
ભીની ઊર્મિ સુકવું તડકે.
કેવી રીતે સમજાવું 'જશ',
ફડફડ કેવું એ તો ફડકે.