STORYMIRROR

Bhairvi Maniyar

Tragedy Inspirational

4  

Bhairvi Maniyar

Tragedy Inspirational

બચવા ઝંખે પૃથ્વીમાતા

બચવા ઝંખે પૃથ્વીમાતા

1 min
283

થયો ઉનાળો બહુ આકરો, ગરમીનો પારો ઊંચે જાતાં

પશુ, પંખી ને વનસ્પતિ તપતાં, સૌ ઘટાદાર છાંયો શોધતાં,


ત્યારે માણસને શાતા દેવા મીઠાશ ભરીને વ્હારે આવ્યાં,

તરબૂચ, ટેટી કેરાં પન્નાં, દ્રાક્ષ, ચીકુ ને કેરી અથાણાં,


ઘડીક ટાઢક કાજે શાને એ,સી, કૂલર ને ફ્રીજ વસાવ્યા !

વળી, વાહનો થકી જો ને વધતા ગરમીના ધખારા,


ગ્લોબલ વોર્મિંગની બૂમો પાડીને, નહિ મળે તને શાતા,

જવાબદાર છે તારાં જ કર્મો, માનવી તું હજુય સુધરી જા,


માનવસર્જિત માહોલમાં, ઘણાં જીવો લુપ્ત થાતાં,

મોડું તો ઘણું થયું છતાં, બચવા ઝંખે પૃથ્વીમાતા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy