તું નથી શ્રેષ્ઠતમ
તું નથી શ્રેષ્ઠતમ
પશુપંખીની સભામાં
આ શાનો હતો કોલાહલ ?
માનવી પહોંચ્યો ત્યાં કૂતુહલવશ,
એક અવાજે સૌ જીવ ઉચ્ચારે,
“વનનાશ થકી થાશે ધરતી ઉજ્જડ,
સૂનાં થાશે સૌ જળ થળ,
નિ:શ્વાસ નહિ પણ ક્રોધ ભભૂકે,
સૌ જીવો માણસને કોસે,
થયો પળભરમાં અહેસાસ એને,
ભૂલ ન કર.
ન સમજ તું ખુદને શ્રેષ્ઠતમ્.
અચાનક એને હતાશ ભાળી,
“ગજબ થયો, ગજબ થયો !"
"આજ માનવી પણ ચિંતિત થયો !"
“એની ભૂલોનો એને અહેસાસ થયો.”
બોલી ઊઠ્યા સૌ એક અવાજે,
ક્ષમા એણે પશુપંખીની માંગી,
વનરાજી બચાવવા કાજે,
મથી રહ્યો માનવી આજે.
