STORYMIRROR

Bhairvi Maniyar

Tragedy Fantasy Inspirational

4  

Bhairvi Maniyar

Tragedy Fantasy Inspirational

સૂરજ થકી નવી આશ

સૂરજ થકી નવી આશ

1 min
363

ઊર્મિનો ધોધ આંસુ થકી છલકાય છે, 

શબ્દોમાંય દિલની ભીનાશ વરતાય છે,


કાળાં માથાનો માનવી બહુ મૂંઝાય છે,

ઈશ પણ કળિયુગ જોઈ પસ્તાય છે,


ચોતરફ રુદન, આજીજી, વિલાપ છે,

સૂણી સૂણી હવે ઈશ પણ મૂંઝાય છે,


બધે જ હવે કોંક્રિટનાં જંગલ દેખાય છે,

લીલોતરીનો તો છેદ ઊડતો જાય છે,


ઊંચનીચ જાણે રોજ બધે વર્તાય છે !

માનવી નીત નવા અહંકારમાં અટવાય છે,


લાગણીનો દંભ સહજ બનતો જાય છે,

મૌલિકતા રોજ ખોવાતી જાય છે,


માનવીય મૂલ્યો ફરી ફરી ઘવાય છે,

સૂરજ થકી રોજ નવી આશ બંધાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy