મલિનીકરણ
મલિનીકરણ
ચાંદરણુંય
દુર્લભ થયું શાને
ભૈરવીટાણે ?
રવિ મૂંઝાય,
મલિન વાદળથી,
સુધરો જરા.
મલિન હવા,
જીવન કષ્ટમય,
સમજો હવે.
મન મલિન,
રમત રમે માનવી
હૃદય રુવે.
સ્વચ્છતા થકી,
રોગ નિકટ ના'વે,
જીવન સુખી.
વાનરબાળ
પેઠું માનવગૃહે,
વન કપાયાં.
શ્વાસ રુંધાય
પ્રાણવાયુ ઘટતા
વિનાશ કૂચ.
શાને મૂંઝાય ?
મલિનતા વધતાં
અરે ! તું જાગ.
કચરો જરા
રિસાયકલ કર
સોનું મળશે.
શાને ફેલાવે
પ્રદૂષણ ચોમેર
ધરા મૂંઝાય.
"પર્યાવરણ
શુદ્ધ રાખ માનવી",
સમય કહે.
ગંગાધારાઓ
ઘટતાં ચિંતા થાય,
જતન કર.
