ન કર તારી અવગણના
ન કર તારી અવગણના
શાને કરે તું તારી જ અવગણના ?
કરતી'તી મદદ માને બચપનમાં,
સહોદરનેય કેવાં વ્હાલથી સાચવ્યાં !
ઘડીમાં ખોવાઈ તારી એ અલ્લડતા.
પોતાનાં છોડી, પારકાંને કીધાં પોતીકાં,
કહેવાઈ તું એક ગૃહિણી ને જનેતા.
ડીગ્રી, નોકરી ને સંસારના સપાટા છતાં,
દિનરાત એક કરી હરખે સૌને વધાવ્યાં.
ભલે બની શકે તું નારાયણી અને દુર્ગા,
જન્મી તું જાણે જીવનભર ઝઝૂમવા!
જાત ખાતર સખી ! જરા પોરો તો ખા,
શાને કરે તું તારી જ અવગણના !
સંગાથ સૌ દેશે તને આગળ વધવા,
તારી તંદુરસ્તીને છે તારી જ પરવા.
