STORYMIRROR

Bhairvi Maniyar

Inspirational

4  

Bhairvi Maniyar

Inspirational

પુણ્યાત્માને ભાવ્યાંજલિ

પુણ્યાત્માને ભાવ્યાંજલિ

1 min
421

'જીવન જીવવા માટે છે' કહી, જીવન એ જીવી ગયા !

એવું 'રસિક' એ જીવન જીવ્યા, કે અમર એ થઈને રહ્યા !

'સરુ'ને નિરસ બનાવી, 'સારસ' એ વહી ગયા !


ઉમટ્યાં આબાલવૃદ્ધ સૌ, અંતિમ દર્શન કરવાને,

અર્પવા ભાવાંજલિ, એ માનવતા જગાડનારને,

નગરજનો થયાં એકઠાં, જ્ઞાતિ-ધર્મ-ભેદ ભૂલીને,


હાટકેશદ્વિજ 'નમણ' ચડાવી, ઉચ્ચારે 'ૐ નમ: શિવાય,'

ખુદાના એ બંદાને, મુસ્લિમ બિરાદરોએ કર્યાં 'અંતિમ સલામ,'

અરિહંતસમા આત્માને, જૈનોએ કર્યા મંત્રથી 'નમસ્કાર,'


ગીતાના શ્લોક થકી શાંતિ યાચે, સ્વાધ્યાય પરિવાર,

અંજલિ અર્પતાં બ્રહ્માકુમારી, ગૂંજ્યો 'ૐ શાંતિ'નો ઉચ્ચાર,

હરિકૃષ્ણ મહારાજે એક બેઠકે કર્યા, અઢાર અધ્યાયના ઉચ્ચાર,


'જય સ્વામિનારાયણ' સાથ મહંતશ્રી, ચઢાવે 'પ્રભુનો હાર,'

ભાવાંજલિ અર્પી વૈષ્ણવજનોએ, એ 'સાચા વૈષ્ણવજન'ને,

પિતાંબર પહેરી, કાંધ આપી, પુત્ર પૌત્રો કહી રહ્યા 'શ્રી રામ !'

તાની - ભૈરવી કહી રહ્યાં, 'સુખે સિધાવો, જય શ્રીરામ !'


વેદોચ્ચારના નાદ વચ્ચે, 'ગાર્ડ ઑફ ઑનર' મેળવી,

ભળી ગયા પંચમહાભૂત મહીં, 'જીવન જીવવા'નો 'સંદેશ' દઈ,

સ્વયંભૂ 'ભવ્યાંજલિ' મેળવી, ડગ માંડી રહ્યા એ અનંત માર્ગ ભણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational