વલોપાત ન કર
વલોપાત ન કર
વલોપાત ન કર, જીવને ના અકળાવ,
સહેવાને સુખદુઃખ, તત્પર હોય છે જીવ.
ભલે ને વરસે વાદળ કે હોય વીજચમકાર,
હોય નાનકડું ઝરણું કે નદી વહે ખળખળ.
જીવને છે હળવાશ, અંતરમાં જલતરંગ.
થા ભલો સમંદરસમ, ન કર તું વલોપાત.
ભરતી ઓટ આવે ભલે, એ છે પરિવર્તન,
ઓ જીવ ધરપત રાખ, બસ મોજ કર.
આંટીઘૂંટી થકી જ ગૂંથાયો છે સંસાર,
વમળની તું ચિંતા છોડીને બસ, મોજ કર.
