ડગ ભર જીવનડગર પર
ડગ ભર જીવનડગર પર
વહી રહ્યો સમય જીવનડગર પર,
સર્જી રહ્યો એ આંટીઘૂંટી અવિરત.
શું સમજી શકશે આ પ્રવાસી એની સફર !
દિશા સમજવાનો તોય એ કરશે યત્ન.
થાશે એને અહેસાસ, હશે વમળ ચોમેર,
સફર હોય ભલે કપરી, ઓ માનવી તું ડગ ભર.
નવાં જોમ થકી તરવા ભાવિનાં વહેણ,
રહેવા દે અતીતને અહીં જ તરબતર.
તારી કને આત્મવિશ્વાસ છે ભરપૂર,
મૂંઝાય શાને તું માનવી મળશે નવી ડગર.
મંઝિલ પણ સામી આવશે હરખભેર,
સમયનાં વહેણ બનશે તારાં હમસફર.
બનાવ ખંતથી તારું ભાવિ ઉજ્જવળ
યાદ રાખ કે વંટોળ ના રહેશે જીવનભર.
