STORYMIRROR

Bhairvi Maniyar

Abstract

3  

Bhairvi Maniyar

Abstract

મલાલ શાને મનવા

મલાલ શાને મનવા

1 min
204

મલાલ શાને કરવો મનવા જીવતર રૂડું મળ્યું,

જાવાનું સૌને એ જાણી અલ્લડ મન હરખાયું,


સાચવેલી પળો મહીંથી ભરી લે થોડી થેલિયું,

અલગારી થઈને વહેંચી લે મીઠી મીઠી ઘડિયું,


એક દિ' તારોય આવશે ઝરણું હેતનું છલકાયું,

શમણાંની હેલી થાશે ને મોજની વહેશે નદિયું,


મનેખ મનેખમાં સંપ થાશે ને ઘેલી થાશે શેરીયું,

આતમને શાતા મળશે ભાળી લહેરાતું ખેતરીયું,


હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ સંધાય છે માનવીયું,

ઊંચનીચ કોઈ નહિ ને ગાશું પ્રેમનું પ્રભાતિયું,


મલાલ શાને કરવો મનવા જીવતર રૂડું મળ્યું,

જાવાનું સૌને એ જાણી અલ્લડ મન મલકાયું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract