નિભાવું છું
નિભાવું છું
હાસ્યની પાછળ રુદન છૂપાવું છું,
અશ્રુઓ રોકીને મુસ્કાન લાવું છું.
ચહેરે લાલિમા તાજગી માનવાની,
ગાલ તમાચે હું એને પલટાવું છું.
પ્રશ્નો હજુ ઘણા છે અણઉકેલ,
સમસ્યાને વિદારવામાં ફાવું છું.
અગનકસોટી છોને થતી સદાએ,
તોયે પરાવાણી મુખે શોભાવું છું.
સાથી માટીપગા નીકળ્યા કેટલા?
તથાપિ મિત્રોનો સાથ નિભાવું છું.
