Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy

કોને શોધું છું..?

કોને શોધું છું..?

1 min
13.8K

ઘરની અંદર આ પડેલા એક ચાંદરડામાં,

હું આખે આખો ધગધગતો સૂરજ ગોતું છું.

આ તમારી આંખોમાં ડોકિયા કરી કરીને,

મને ખુદને જ ખબર નથી કે હું શું શોધું છું.

હસીન ચહેરાઓના જંગલમાં અટવાયો છું,

ના જાણે કેટલા જન્મોથી ચાંદને શોધું છું.

જમીન ઉપર ભટકી ભટકીને અંધની જેમ,

જમીનને જ વળગેલા આસમાનને શોધું છું.

આ માયાજાળ ધર્મોની ભરમાવી ગઈ મને,

હવે એક સરળ નિખાલસ સ્વધર્મ શોધું છું.

જીવતી લાશોમાં બંધ પડેલા આ હૃદયોમાં,

ખોવાઈ ગયેલા બે-ચાર ધબકારા શોધું છું.

પાંપણ પર આવીને અટકેલી અશ્રુધારમાં,

અધરોએ ખોયેલા સ્મિતના ફુવારા શોધું છું.

વાત્સલ્યના વાવાઝોડામાં અટવાયેલો હું,

જનમદાતાની એક શીતલ લહેર શોધું છું.

"પરમ"માં જાણીબૂજીને જ જાતને ખોઈને,

હું "પાગલ" થઈને ખરેખર કોને શોધુ છું?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy