જીવવું ભૂલાય છે
જીવવું ભૂલાય છે
જીવવાની લ્હાયમાં તો જીવવું ભૂલાય છે,
સાવ આ દિવસ બધાં પાછા નકામા જાય છે,
રોજ આશાઓ નવી ઊગતી અને એ તૂટતી,
ના કદી ધાર્યું જુઓને આપણું પણ થાય છે,
શાંતિ ચાહો તે છતાં શાંતિ મળે છે કયાં કદી ?
છે સદા ચિતા સરીખી ચિંતા ઊંડી ખાય છે,
સંત માફક જીવવું અઘરું જ છે જાણ્યું અમે,
સૌ અહીં જીવે સદા એવું કે જાણે રાય છે,
સાવ નિખાલસ થઈ જીવો છતાંયે શું કરો ?
કોઈનું દિલ તો ય જાણે શીદને દુભાય છે ?
