STORYMIRROR

kusum kundaria

Tragedy

4  

kusum kundaria

Tragedy

વાજબી ભાવે મળે છે દર્દ દોસ્તો

વાજબી ભાવે મળે છે દર્દ દોસ્તો

1 min
267

વાજબી ભાવે મળે છે દર્દ દોસ્તો,

દર્દની સાથે ભળે છે દર્દ દોસ્તો.


લાખ હો કોશિશ તોયે ના જવાના,

ભાગ્યમાંથી કયાં ટળે છે દર્દ દોસ્તો.


સાવ લાગે છે અભણ રસ્તો ય ભૂલે,

ખોટી શેરીમાં વળે છે દર્દ દોસ્તો.


આવશે મહોરું ખુશીનું પહેરીને પણ,

રીત એની એ છળે છે દર્દ દોસ્તો.


હાસ્ય રાખ્યું હોઠ પર કાયમ અમે તો,

સાવ પગની આ તળે છે દર્દ દોસ્તો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy