તો કેવું સારું
તો કેવું સારું
દુઃખ-દર્દ ચળાતાં હોત તો કેવું સારું,
ગળણીથી ગળાતાં હોત તો કેવું સારું,
ઉપર ઉપર રાખી દેતી બધું મનગમતું,
ગમ થોડા દળાતાં હોત તો કેવું સારું,
નમ આંખ, ઘુંટાતી ઉદાસી, બંજર ઈચ્છા,
હોય મન એના કળાતાં હોત તો કેવું સારું,
શીખી લઈએ છે આમ તો જીવતાં પણ,
સુખ શાંતિ પળાતાં હોત તો કેવું સારું,
નમ આંખો કે થોડીક નમ નજર હોય,
ઝીલ આંસુ ખળાતાં હોત તો કેવું સારું.
