બેઠી છું
બેઠી છું
વર્ષોથી મૂંગો કોલાહલ હૈયે ધરબીને બેઠી છું,
પીડામાં છાને ખૂણે કાયમ હું કણસીને બેઠી છું,
ના બોલાયેલા શબ્દો ઘુંટાયા રાખે મનમાં એવા,
હોઠો પર રાખી છે પાબંદીને તડપીને બેઠી છું,
ના સમજે કોઈ મારી મૂંગી પીડાને ત્યારે હું જો,
નિરંતર બે હાથે મારું માથું પકડીને બેઠી છું,
નીચોવી શબ્દોને અર્થો સમજાવી દેવા છે મારે,
શબ્દોને યુગોથી એકલ પંડે જકડીને બેઠી છું,
સીતા, રાધા, અહલ્યા, પાંચાલી એકી સાથે બોલે છે,
આંખે ચોમાસું બારે માસ છતાં તરસીને બેઠી છું.
