જા રે ખારા સમંદર
જા રે ખારા સમંદર
કદીક મારી આંખોએ, આંસુ થઈ ઉછળે સમંદર,
કદીક સ્વપ્ને મને લાગણીની, ભરતી લઈ છળે સમંદર,
હું એનાં કિનારે રેતમાં, નામ છૂપા ચીતરું પણ,
ફીણ બની એ આવે, ને મનનાં ભાવ કળે સમંદર,
કોરી જ રહીશ એમ જરા, નક્કી કરી રહું દૂર તો,
મહાકાય મોજું બનીને, પાનીએ આવી મળે સમંદર,
જા રે તું ખારાધૂત રહેજે, આઘો મારાથી સદા !
આમ કહ્યું તો અશ્રુ રૂપે, ખારાશે ભળે સમંદર !
એમ મારી તીખી નજર, સળગાવે એનો હૃદય પથ્થર,
હણી 'મીરાં'ની 'ઝંખના', નદીનાં વિરહે બળે સમંદર !
