Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagruti zankhana meera

Inspirational

4  

jagruti zankhana meera

Inspirational

દંભ

દંભ

1 min
322

પલટાતા સમય સાથે સંબંધ વ્યવહાર લાગે છે,

અણધારી થતી મુલાકાતોનો પણ ભાર લાગે છે,

ન એ પહેલા સમ દેખાય, ઉત્સાહ અને ઉમંગ !

રંગ બદલતા જમાનામાં બધું પોકળ, અસાર લાગે છે,

લાગણીઓથી લથબથતાં, મેળાવડાં થયાં છે ફિક્કાં !

ભાગતાં લોકોને તહેવાર પણ ક્યાં તહેવાર લાગે છે ?

શૂન્યતાનાં સામ્રાજ્યમાં હીઝરાઈ ચૂકી છે ભાવના,

ઉપરછલ્લી ખુશીઓ એકદંરે અસાર લાગે છે !

દેખાદેખી ને વળી દંભ, મિથ્યાડંબરની દુનિયામાં,

તસવીરો થકી દેખાડો કરવા લાંબી કતાર લાગે છે,

'મીરાં'ની બસ 'ઝંખના' કે, શ્યામ વાંસળીથી સૂર રેલાવે.

એક આ કલ્પનાએ સરસ, સમસ્ત સંસાર લાગે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational