STORYMIRROR

jagruti zankhana meera

Romance

4  

jagruti zankhana meera

Romance

ગમતાંનો ગુલાલ

ગમતાંનો ગુલાલ

1 min
388

સખી, પૂછ નહી કેમ ગાલ લાલ છે,

મારા હૃદિયે પ્રીતમનાં ખયાલ છે !

સખી, આ તો ગમતાંનો કર્યો ગુલાલ છે.


હેલી હરખની ઉછળે ભીતરમાં,

અમથી બદલાય ક્યાં આ ચાલ છે,

સખી,આ તો ગમતાંનો કર્યો ગુલાલ છે.


બંધ, ખુલ્લી આંખે બસ એનો દિદાર છે,

કહું કેમ કેવું મનડું આ બેહાલ છે !

સખી,આ તો ગમતાંનો કર્યો ગુલાલ છે.


લીલી ઓઢી ઓઢણી ને લીલું થયું મન,

ફુલ્યો ફાલ્યો હૈયે લીલેરો ફાલ છે !

સખી,આ તો ગમતાંનો કર્યો ગુલાલ છે.


શમણુંય એનું ને આંખો પણ લાલ છે,

આ તો ઉભરાતું સાજન પર વ્હાલ છે !

સખી, આ તો ગમતાંનો કર્યો ગુલાલ છે.


સોળે શણગાર સજયાં પિયુની વાટમાં,

એ આવે તો દુનિયા બસ કમાલ છે !

સખી, આ તો ગમતાંનો કર્યો ગુલાલ છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Romance