તારી યાદો
તારી યાદો
હતી હું બળતા બપોરથી બેખબર તારી યાદો
હતી કયાં વૈશાખી વાયરાની અસર તારી યાદો,
દઝાડી ન શકી મને ઉનાળાની લૂ જરા પણ,
એવી હું શીતળતાથી તરબતર તારી યાદો,
મુરઝાવું એ મારો સ્વભાવ ક્યાં હતો ?
મહોર્યો હતો ગુલમહોર મારી અંદર તારી યાદો,
ન લાગતો આકરો સૂરજ કે ન લાગ્યા જલદ કિરણો,
બસ બધું ડોલર સમું સુગંધી ભીતર તારી યાદો,
મીરાને થવા દે ખ્યાતનામ કૃષ્ણ સંગાથે,
રહેવા દે દરેક ૠતુએ 'ઝંખના' સભર તારી યાદો.

