STORYMIRROR

jagruti zankhana meera

Romance

4  

jagruti zankhana meera

Romance

પાંપણે ખર્યું મોતી..

પાંપણે ખર્યું મોતી..

1 min
243

ઘૂઘવતો લાગણીનો, દરિયો મુજ આંખો,

છૂૂપાઈ એનાં પેટાળે, ઝળહળતી જ્યોતિ, 

પિયા, તુું બનજે મરજીવો, આ સાગરનો, 

સમયનાં છીપલેથી, લાવજે એને ગોતી.

ઝીલી લે, ઝીલી લે, તારા ટેરવાની ધારે,

તુજ વિરહણી તણી, પાપણેં ખર્યું મોતી !


દિવસે સૂૂૂૂરજમાં, ને રાતે ચમકંતા ચાંદમાં,

પિયા આકાશી તારલિયાનાં, તેજે તને જોતી,

ઊગતું કિરણ શુું? કે આથમતી સાંંજ શું ?

જાતને ભૂલી જઈ, તારામાં હું મને ખોતી!

ઝીલી લે, ઝીલી લે, તારા ટેરવાની ધારે,

તુજ વિરહણી તણી, પાંપણે ખર્યુુુુૃ મોતી!


ખિલખિલાટ વહેતી'તી, દડદડતા ઢાળે વળી,

ખુદ મારા કાબુમાં મારી ભાવનાઓ નો'તી!  

હરતી-ફરતી'તી, ઉપર-ઉપરથી પણ,

ભીતર-ભીતર 'ઝંખના' એકલવાયી રોતી,

ઝીલી લે, ઝીલી લે, તારા ટેરવાની ધારે,

તુજ વિરહણી તણી, પાંપણે ખર્યુુુુૃ મોતી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance