STORYMIRROR

jagruti zankhana meera

Fantasy Inspirational

4  

jagruti zankhana meera

Fantasy Inspirational

ઓ કરુણાનિધાન

ઓ કરુણાનિધાન

1 min
352

સતાવે છે જ્યારે જગત દઈને સંતાપ,

થાકી જાય છે જ્યારે મન સહી આકરા તાપ,

પોકારી તુજને કરું પછી હું યાદ.. ઓ કરુણાનિધાન...!


મળે નહીં મંજિલ ને મારગમાં કંટક,

ત્રાહિમામ થઈ જાય હૃદય સહી પરિતાપ,

પોકારી તુજને કરું પછી હું સાદ..ઓ કરુણાનિધાન...!


હાલકડોલક નાવ પર સંસાર સાગરે બેઠી,

મઝધાર મહીં હું મોજાની ઝેલી રહું પછડાટ,

પોકારી તુજને માંગુ તારી દાદ..ઓ કરુણાનિધાન...!


ઘેરી વળે છે અકળ અજંપો, ને વળી બધી 'ઝંખના'ઓ, 

મનની 'મીરાં' માંગે છે હૃદયે માધવ ચરણની છાપ,

પોકારી તુજને ચાહું કૃપા વરસાદ..ઓ કરુણાનિધાન...!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy