STORYMIRROR

jagruti zankhana meera

Tragedy

4  

jagruti zankhana meera

Tragedy

સફર લાગણીની નદીની

સફર લાગણીની નદીની

1 min
229

ભારે કાંટાળી લાગણીની, નદીના પથની સફર હતી, 

ભાવભીની ભાવના, એ રાહમાં દરબદર હતી, 


સ્નેહ તણી એક સરિતા, વહેતી હતી એકલપંડે,

ખુદ હતી નદી છતાં, ભીનાશની કસર હતી !


રણ મળે કે પછી સમંદર, વાત મુકદરની ગણી,

અવિરતપણે ખળખળ વહી, છોને પથરાળ ડગર હતી,


પગલે-પગલે આ રાહમાં, સમર્પણ કરતી રહી,

પડતી-ચડતી, આથડતી રહી, દુનિયા કિંતુ બેકદર હતી,


ધૂંધળી દિશા સઘળી, ન મંજિલ દેખાય દૂર તલક,

હાલાકી ભોગવતી 'ઝંખના', તો પણ વહેવા અફર હતી ! 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy