Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagruti zankhana meera

Inspirational

4  

jagruti zankhana meera

Inspirational

એ શહીદ

એ શહીદ

1 min
302


કરે સૌ ભારતીય, જેને લાખો નમન, એ શહીદ,

મા ભોમ કાજે જેણે, હસીને ઓઢ્યું કફન, એ શહીદ,


પ્રાણ જેણે ખુદનાં, કરી દીધાં ન્યોછાવર !

જાળવવા કાજ દેશમાં, એકતા ને અમન, એ શહીદ,

 

જાતને જોતરી જેણે, સરહદ પર એ વીર જવાનો,

પ્રજાને રાખી સલામત, કરે સૌનાં હિતનું રક્ષણ, એ શહીદ,

 

નિજ પરિવારથી દૂર, દુશ્મન માટે જે ક્રુર !

અખંડિતતા તણું, જે થવાં ન દે પતન, એ શહીદ,

 

ધન્ય છે એ સૈનિકો, ને ધન્ય એની જનની,

'ઝંખના' મારી કરે જેને, શત કોટિ વંદન, એ શહીદ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational