"બારીની બહાર."
"બારીની બહાર."
સુંદર દ્રશ્યોની વણઝાર છે બારીની બહાર,
પંખીનો મીઠો કલરવ છે બારીની બહાર.
વાહનોનો શોરબકોર છે બારીની બહાર,
માનવીઓની લાંબી કતારો છે બારીની બહાર.
બાળકોની કિલકારીઓ છે બારીની બહાર,
ક્યાંક ઉદાસ તો ક્યાંક હસતો ચહેરો છે.
ક્યાંક ખીલ્યો ઉપવન ક્યાંક ઉદાસ બાગ છે,
નીત નવા ચહેરા એમાં નીત નવા ભાવ છે.
ક્યાંક રખડતાં માલઢોર ક્યાંક પાળતુ પ્રાણી છે,
ક્યાંક ફેરિયા તો ક્યાંક દુકાનોની હાર છે.
ક્યાંક ઉચી બિલ્ડિંગો તો ક્યાંક ઝૂંપડ પટ્ટીની હાર છે,
ક્યાંક કોઈ પગપાળા ચાલી રહ્યા તો કોઈ કારમાં સવાર છે.
કોઈક હોટલમાં જમી રહ્યા છે,કોઈ રોટી માટે લાચાર છે,
બારીની બહાર જોઈ મે જિંદગીની વાસ્તવિકતા,
જાણે પૈસા થકી ચાલી રહ્યો આ સંસાર છે !
