જન્મદિવસની શુભેચ્છાઓ
જન્મદિવસની શુભેચ્છાઓ
જન્મદિવસની ખૂબ ખૂબ પાઠવીએ શુભેચ્છાઓ,
લાગણીથી તરબતર થઈ પાઠવીએ શુભેચ્છાઓ,
જન્મદિવસનાં નવાં અધ્યાયે સંકલ્પ કરજો શ્રેષ્ઠ,
જીવન તમારું સફળ થાઓ પાઠવીએ શુભેચ્છાઓ,
વડીલોનાં આશિષ લઈને જન્મદિવસને વધાવજો,
જીવન તમારું સુખમય રહે પાઠવીએ શુભેચ્છાઓ,
ચોકલેટ ખાઓ, મીઠાઈ ખાઓ, મનભરીને કેક ખાઓ,
જીવન તમારું મધુમય બને પાઠવીએ શુભેચ્છાઓ,
ખુશ રહો ખુશહાલ રહો, હળીમળી સહુ સંગાથે રહો,
જીવન તમારું ઝગમગે સદા પાઠવીએ શુભેચ્છાઓ,
પ્રગતિ એવી કરજો સદા, ગર્વથી શીશ ઊંચું રહે સદા,
જીવન તમારું મહેકે સદા પાઠવીએ શુભેચ્છાઓ.
