દોસ્તો
દોસ્તો
જરા કરો દિલથી દોસ્તી દોસ્તો
સ્નેહ સામ્રાજ્યમાં રાચો દોસ્તો,
એક હાથે તાળી પડે ન દોસ્તો
પ્રેમથી બંને હાથ લંબાવો દોસ્તો,
ભલે સુખમાં સાથે રહેતા દોસ્તો
દુઃખમાં પાછળ પડતા ના દોસ્તો,
આરસી જીવનની આંખો દોસ્તો
આંખથી આંખ મિલાવો દોસ્તો,
કસ્તુરી આપની સમીપ દોસ્તો
તેની કેડે ભાગદોડ કરો ના દોસ્તો,
ઝણઝણે એ હૃદયના તાર દોસ્તો
ત્યારે 'વાલમ' યાદ આવે દોસ્તો.
