ઉપકાર
ઉપકાર
જેમના લીધે થયો અવનીએ અવતાર,
માત-પિતાના અસંખ્યને નોખા ઉપકાર,
આપે જે જગતને અન્નને ખાન-પાન,
જગતના તાત કેરા અનોખા ઉપકાર,
આપે જે નિત નવું જ્ઞાનને સંસ્કાર,
શાળાના શિક્ષકના અમૂલ્ય ઉપકાર,
કરતા જે રોજ સમાજની ગંદકીને સાફ,
સફાઈકર્મીના સૌ કોઈ પર ઉપકાર,
જેમને આપ્યું આઝાદી કાજે બલિદાન,
સ્વાતંત્ર્યસેનાનીના દેશ પર છે ઉપકાર,
કરતા જે જનોની પ્રાર્થના રોજ સ્વીકાર,
જગતના નાથના સઘળા છે ઉપકાર.
