STORYMIRROR

Deepa rajpara

Inspirational Others

4  

Deepa rajpara

Inspirational Others

શાને કાજે ?

શાને કાજે ?

1 min
396

સુગ છે મને ઔપચારિક શુભકામનાઓની,

લાગણી વિહોણા ગતકડાં શાને કાજે ભજવાનાં ?


મિસરીની એક કણીથી રાજી થશે દિલ મારું,

ખોટા દંભ દેખાડાનાં ભારણ શાને કાજે વેઠવાનાં ?


તાળીઓનાં ઠાલા ટપાકાથી પરેશાન છું હું,

નકલી ખુશીઓનાં વાઘા શાને કાજે પહેરાવવાનાં ?


હો સાચી મહિમા જન્મદિન તણી હૃદયમાં,

એ સ્વજનને મીઠું હસતાં બળ શાને કાજે પડવાનાં ?


શું, ઓછી છે રોજ ભજવાતી ભવની ભવાઈ,

દીપાવલી જન્મદિનનાં ઉપાડા શાને કાજે લેવાના ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational