STORYMIRROR

KOKILA patel

Inspirational

4  

KOKILA patel

Inspirational

વધામણાં

વધામણાં

1 min
988

વધામણાં રે વધામણાં,

દીકરીનો જન્મ થયો વધામણાં,

વધામણાં રે વધામણાં.


શેરી સોહાવું રૂડા તોરણ બંધાવું,

આખારે ગામમાં દીવડા પ્રગટાવું,

વધામણાં રે વધામણાં.


મીઠ્ઠાઈ બનાવું ને પેંડા વહેંચાવું,

આનંદના ગીતો આજરે ગવડાવું,

વધામણાં રે વધામણાં.


કંકુના પગલાં પાડે મારી લાડકી,

મુખડું મલકાય તારું આજ મારી લાડકી,

  વધામણાં રે વધામણાં.


શતાયુ લખે તારા ભાગ્યમાં વિધાતા,

જન્મ થયો તારો,ઉરે આનંદ છલકાતા,

વધામણાં રે વધામણાં.


આખા કુટુંબમાં સૌને તું પ્યારી,

ત્રણ કુળ તારે તું છે રાજદુલારી,

વધામણાં રે વધામણાં.


તારારે નામથી તરુવર રોપાવું,

ખુશીથી આજ તારો જન્મદિન મનાવું,

વધામણાં રે વધામણાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational