ઓળખી લઉં
ઓળખી લઉં
1 min
276
પ્રભુ મળે રસ્તામાં તો છેલ્લી ઈચ્છા કહી દઉં,
બળતી મારી ભીતરની આગને ઠારી દઉં.
રખડીને જીવન અડધું થઇ ગયું મારું,
ઠાલવી રુદિયાની વાતને, અડધું પૂરું કરી દઉં.
ક્યા કર્મના કેવા તેં હિસાબ કર્યા પ્રભુ,
એ બધાના આજ લેખાં જોખાં કરી દઉં.
કદાચ ભૂલ થઈ છે તારા ચિતરામણમાં,
ઉઘાડ પાનાં જિંદગીનાં,તેની ખરાઈ કરી દઉં.
આમતો હિસાબ બહું નોખો છે તારો,
શ્વાસ પૂરા થાય એ પહેલાં લહેણું ચૂકતે કરી દઉં.
ચાલ્યા ગયા પોતાનાં મને મુકી મઝધારમાં,
મળી જાય તું તો દુઃખણા ગાઈ લઉં.
જોજેહો ગફલત ના ખાતો ઓળખવામાં,
આવ એક્વાર તારા અંતરમનને ઓળખી લઉં.
