STORYMIRROR

KOKILA patel

Others

4  

KOKILA patel

Others

શિક્ષક છું

શિક્ષક છું

1 min
305

શિક્ષક છું કલમ પકડી જાણું છું,

એક જ રેખામાં જીવનના ચિત્રને ઉપસાવી જાણું છું,


હોય ભલેને ઘનઘોર વાદળ,

એમાંય આશાનું કિરણ ફેલાવી જાણું છું,

શિક્ષક છું કલમ પકડી જાણું છું,


જીવન સાગર હોય ભલે ને ઊંડો,

ડૂબકી મારી મોતીડા વીણી જાણું છું,

શિક્ષક છું કલમ પકડી જાણું છું,


ભાષા થકી અઘરા મર્મ ઉકેલી,

કઠિન કોયડાને સરળ બનાવી જાણું છું,

 શિક્ષક છું કલમ પકડી જાણું છું,


કડીઓ ઇજનેર બની ડોક્ટર હું,

બાળ માનસને દિલથી ઘડી જાણું છું,

શિક્ષક છું કલમ પકડી જાણું છું,


દેશ પ્રેમ ને ભરી દિલમાં,

નાગરિકતાના ગુણ વિકસાવી જાણું છું,

શિક્ષક છું કલમ પકડી જાણું છું,


સાચું શિક્ષણ આપીને બાળકને હું,

સાચો દેશભક્ત બનાવી જાણું છું,

શિક્ષક છું કલમ પકડી જાણું છું.


Rate this content
Log in