થઈ જા
થઈ જા
1 min
356
સમયે કહ્યું તું કાઠી થઈ જા,
આમ રોજ રોજ નહીં ચાલે,
પડકાર સામે બેઠી થઈ જાય,
નથી તન પર કપડું અને,
મોઢામાં અન્નનો દાણો,
તું એના માટે બસ રોટી થઈ જાય,
દરિયો છે આ જિંદગી,
લહેર તો આવશે જ,
હર ખલાસી માટે નાવિક થઈ જાય,
ફરી બહારમાં જીવના જોખમે,
બની મધમાખી તું,
સર્વ માટે દવા થઈ જાય,
કોઈ રડે છે, કોઈ ઝઝૂમે છે,
આ કારમાં થપાટથી,
બસ એ બધા માટે તું લાઠી થઈ જાય,
જિંદગી મળે ના મળે "કોકિલ",
હર વક્ત બધા માટે,
તું માટી થઈ જાય.
