ગુરુને મળવું છે
ગુરુને મળવું છે
1 min
357
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી,
ઉરે જ્ઞાનતણી જ્યોતિ જલાવનાર એ
જ્ઞાની ગુરુને મળવું છે,
જન્મ દીધો એ માત પિતાને કોટી વંદન,
મુજ કંટકરૂપી જીવન પથ પર પુષ્પ વેરનાર એ વનમાળી ગુરુને મળવું છે,
કંઈક અડચણ આવે ને સમરું ઈશને હું,
સાદ કરુ ને પળમાં દોડી આવે એ
દોડવીર ગુરુને મળવું છે,
ભણતર થકી મીઠા ઠપકાની માર ને વળી,
માર થકી જીવન ઘડનાર એ
ઘડવૈયા ગુરુને મળવું છે,
વણ ઉકેલ્યા કોયડાની વણઝાર ચાલે છે દિલમાં,
મુજ અંતર પિછાણનાર એ
ભોમિયા ગુરુને મળવું છે.
