છોડી ના શકું
છોડી ના શકું
1 min
378
દૂર તારાથી હું રહી ના શકું,
ચાહવા છતાં પાસે આવી ના શકું,
અપરાધ કર્યા છે અગણિત મેં,
માફીની યાચના કરી ના શકું,
તુજ શ્વાસ થઈ વસે છે હૃદયમાં મારા,
એક પળ પણ અવિશ્વાસ મનમાં આણી ના શકું,
ઉપકાર તારા છે લાખો મુજ પર,
તારી આંખોમાં આંસુ હું જોઈ ના શકું,
આવતા ભવની ખબર નથી "કોકિલ",
આ ભવે સાથ તારો હું છોડી ના શકું.
