વાટ જોઉં
વાટ જોઉં
1 min
199
સામે તારી યાદનો ઝરૂખો છે,
આજ તું નથી બસ, યાદ છે તારી,
સમયની વાત નિરાલી છે,
રોજ વાટડી જોતી તારી,
શમણાં નિહાળતાં તારાં,
પાંપણો ઢળી ગઈ મારી,
મધુરપ મેલીને થઈ દૂર તું મુજથી,
નિહાળું ઝરૂખેથી રોજ ફૂલવારી,
ઓરતા અધૂરા રહી ગયા મારા,
ઝૂલતા ઝરૂખે બસ વાટ જોઉં તારી.
