STORYMIRROR

KOKILA patel

Others

4  

KOKILA patel

Others

અણમોલ તાંતણો

અણમોલ તાંતણો

1 min
325

બાર બાર માસ જેની જોતી'તી વાટડી,

આવ્યો એ દિન લઈ આવી હું રાખડી,


હેતે બાંધુ વીરા અણમોલ આ તાંતણો,

તૂટે સબંધ ના લાખેણો આપણો,


એક એક તાંતણે બચપણની યાદ છે,

એના તે રંગે રંગી જીવતરની ગાંઠ છે,


ઢીંગલા ઢીંગલી આપણે રમતાં'તાં સાથમાં,

બાપુની બીકથી સંતા'તાં ઓથમાં,


રાખડીના તારમાં ત્રિદેવનો વાસ છે,

બંધાવે તું રાખડી એક મારી આશ છે, 


જોજે ના ભૂલતો મોંઘા આ દિનને,

રક્ષાબંધને યાદ કરજે આ બેનને,


જુગ જુગ જીવજે મારી માડીના જાયા,

રક્ષા કરશે સદા તારી જોગમાયા.


Rate this content
Log in