રહી ના શકું
રહી ના શકું
1 min
165
દૂર તારાથી પ્રિયતમ રહી ના શકું,
ચાહવા છતાં પાસે આવી ના શકું,
અપરાધ કર્યા છે અગણિત મેં,
ચાહવા છતાં માફીની યાચના કરી ના શકું,
તુજ શ્વાસ થઈ વસે છે હૃદયમાં મારા,
એક પળ પણ અવિશ્વાસ મનમાં આણી ના શકું,
ઉપકાર તારા છે સેંકડો મુજ પર,
તારી આંખોમાં આંસુ હું જોઈ ના શકું,
આવતા ભવની ખબર નથી" કોકિલ" પણ,
આ ભવે સાથ તારો હું છોડી ના શકું,
