STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

જગત વંદે

જગત વંદે

1 min
296

કંડારે કેડી

જીવનપટે તેજે

શિક્ષક જ્ઞાન,


ગુરુ વિણ છે

સંસાર મોળો, મધુ

શિક્ષક પાઠે,


કોરી પાટી જે

ભરે શિક્ષક હામે

ભાંગી અજ્ઞાન,


કર્મ પાઠ દે

મર્મ, સજાવે ભાગ્ય

બંધ મુઠ્ઠીએ,


ઘડા કાચા સૌ

પકાવી નીંભાડે, દે

સોનું શિક્ષક,


શિક્ષક કરે

પ્રેરણા પીયૂષથી 

સમાજ શુદ્ધ,


શિક્ષક કરે

સંસ્કાર પીયૂષથી 

સમાજ શુદ્ધ,


નિત સદા યે

આભાર શિક્ષક શો

જગત વંદે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational