STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others

4  

Purvi sunil Patel

Inspirational Others

કસોટી.

કસોટી.

1 min
324

ડગલે ને પગલે થશે આ જિંદગીમાં કસોટી,

હિંમત ના હારીશ કદી હું, થાય જો કસોટી,

સુખ અને દુ:ખમાં સમતા જાળવી રાખીશ,

ખુદનું જ મન કરશે જો નાની-મોટી કસોટી,

મન અવઢવમાં પડશે ને, સૂઝે ના કોઈ માર્ગ,

જયારે સ્વજનો જ કરશે, આકરી કસોટી,

ચડાવ-ઉતાર ભલે ને વહેણ બનીને આવશે,

સામનો કરીશ સદા, ભલે થાય કપરી કસોટી,

મજબૂત મનોબળ રાખીને, હૈયે ધરીને હામ,

પાર ઉતરીશ સદા ભલે થાય કપરી કસોટી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational