હા, એ શિક્ષક છે
હા, એ શિક્ષક છે
ક્યારેક એ ધોમધકતો તડકા જેવો,
મિત્ર બની ઉભરાતો એ દરિયો છે.
હા, એ શિક્ષક છે.
ક્યારેક એ સુખ દુઃખના સાથી જેવો,
બની જ્ઞાનનું વહેતું એ ઝરણું છે.
હા, એ શિક્ષક છે.
ક્યારેક ગુસ્સો થાય, લાગે આગ જેવો,
બની રાહદાર એ માર્ગ બતાવે છે.
હા, એ શિક્ષક છે.
ક્યારેય લાગે એ ખારો લીમડા જેવો,
રોજ શીખવતો જ્ઞાનનો ભંડાર છે.
હા, એ શિક્ષક છે.
ક્યારેક કરતો શિક્ષારૂપી ઘડતર અમારું,
દરેક મુશ્કેલીનો એ જ તારણહાર છે.
હા, એ શિક્ષક છે.