ભાઈ
ભાઈ
તારા ટાણે ટાણે રોવા બેહીએ, તોય ભેગુ થાય એમ નથી,
દિલ પર રાખી પથ્થર, તને ખોયાનું દુઃખ સહેવાય એમ નથી.
એક એક કરી વીત્યા વર્ષો ત્રણ, શ્રાદમાં ભળતાં તને જોવાય એમ નથી,
લગ્ન જેવડી ઉંમરે તારી આ બધી ક્રિયા,બધાથી જોવાય એમ નથી.
વાર તહેવાર બધા પડ્યા ફિકા, તારી ગેરહાજરી ખમાય એમ નથી,
જવતલ હોમવા થયો એક વીર ઓછો, પીડા કહેવાય એમ નથી.
ચહેરા પર રાખી સ્મિત,બધા જીવી રહ્યા આઘાત જોવાય એમ નથી,
મા રડી પડશે, એ ખ્યાલથી તારો ફોટો દીવાલ પર લગાડાય એમ નથી.
તૂટી પડ્યો એક તારલો ઘરનો, જે આભમાં ઊંચે ચમકી રહ્યો,
હજારો અરમાનો શબ સાથે ચાલ્યાં, આંસું હવે રોકાય એમ નથી.
અલવિદા કહી દુનિયાને ભાઈ, રડતાં મેલ્યાં છે અમને અહીં,
કેવો નિયમ કુદરતનો "પ્રવાહ", રોકવા છતાં એ પછી રોકાય એમ નથી.
