STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

4  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

પિતા

પિતા

1 min
423

એના ખભાએ મારા બધા દુઃખોનો ભાર ઝીલ્યો છે,

કેમ કહું ? એ બાપનો ચહેરો તોય હસતો રહ્યો છે,


મારી ઉદાસીમાં પણ મને હિંમત આપતો રહ્યો છે,

બની ઢાલ મારી, મારા પડછાયામાં ભમતો રહ્યો છે,


કર્જ કેમ ઉતારું ? ક્યારેક ઉગ્ર બની ધખતો રહ્યો છે,

બની શીતળ સોમ તણો, શાબાશી આપતો રહ્યો છે,


શબ્દ બે શબ્દમાં શું વર્ણન કરું? ગર્વ છે એ પાત્ર પર

પિતા તણી હૂંફ મળે, એ જ જીવવાનો સાર રહ્યો છે,


સતતને સખત મહેનત, એ લોખંડી પુરુષ રહ્યો છે,

 જવાબદારી અદા કરવા એ હમેશાં તૂટતો રહ્યો છે,


કડક બની રહેતો સૌ સામે, અંદરથી એકલો રહ્યો છે,

સૌ માટે "પ્રવાહ" એ પોતાના શોખ છૂપાવતો રહ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational