STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Others

4  

ધારા આહીર "પ્રવાહ"

Others

ઝંખના

ઝંખના

1 min
361

ઝંખના જેની હોય હૈયે, મળવું એનું છે અઘરું,

તૃષ્ણા દબાવી અંદર માણહ જીવન જીવે સઘળું,


કર્મ કરી ફળ તેનું પામે, જગત આખું નરી આંખે,

ખુલ્લું મૂક્યું ગગન, કેમ કરી આવે ઊડવાને પાંખે,


વિચારોના વમળાંમાં તણાય, જગ ઊભું કિનારે,

સમુદ્રની એક લહેર અંદર તાણે વિના કોઈ સહારે,


શુદ્ધ અશુદ્ધના ભેદભાવો હવે જગત આખું મિટાવે,

બની એક માણસ જીવે જીવમાં માણસાઈ બતાવે,


અમુક ઉંમરે જવાબદારીની ગૂંચવણ મનને મૂંઝવે,

શું કરવું હવે ? "પ્રવાહ" પ્રશ્ન રોજ અંદર સતાવે.


Rate this content
Log in