STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Others

4  

ધારા આહીર "પ્રવાહ"

Others

શબ્દ

શબ્દ

1 min
297

શબ્દ જ દવા છે ને શબ્દ જ દુવા છે. 

શબ્દની આ રમતમાં ભલભલા મુવા છે.


શબ્દ જ કાતરે છે ને શબ્દ જ સિવે છે.

શબ્દથી જ એકબીજાના મનડા રીઝવે છે.


શબ્દ જ સંબંધ જોડે છે શબ્દ જ તોડે છે.

એક શબ્દથી જ માયા સંસારની છોડે છે.


શબ્દ જ અમી આપીને શબ્દ જ ઉગ્લે ઝેર. 

શબ્દની આ રમત ના સમજે એ જ બાંધે વેર.


Rate this content
Log in