ઝંખના
ઝંખના
રામ રાખે એને કોણ અહીં ચાખે,
હોય છે મુશ્કેલી જેની ઘણી માથે,
જેવું કર્મ કર્યું એવું જ ફળ પાકે,
દુનિયાની ટેવ છે ભલેને એ ઝાંખે,
દુઃખ, દર્દ સૌ સહન કર્યું છે ખંભે,
ખાધો છે તાપ સફળ થવાને કાજે,
સહનશીલતા રાખી કર્મ કર્યા રાખે,
સફળતાને એ બહુ જ જલદી પામે,
જગનો ભાર પરિશ્રમી નવ માથે રાખે,
જેની ગાથા એક દિવસ બધા વાંચે,
નથી હાર્યો કદી હિંમત, છું સ્થિર ઊભો,
ઝંખી રહ્યો "પ્રવાહ" સિદ્ધ થવા આજે.
